તારીખ 15ને રાત્રીના 10 કલાકે ભરૂચના કોલેજ રોડ પર વળાંક લેવા જતા બ્રિજ નીચે મોટું કન્ટેનર ફસાયું હતું.

ભરૂચની ABC ચોકડીથી મહારાષ્ટ્ર પાર્સિંગનું મોટું કન્ટેનર રસ્તો ભટકી જતા ભરૂચ તરફ વળતા કોલેજ રોડ સુધી આવ્યા બાદ રસ્તો ભટક્યો હોવાનો ડ્રાઇવરને અહેસાસ થતા કોલેજ રોડ પર નવા બ્રિજ નીચેથી વળાંક લેતા કન્ટેનર બ્રિજ નીચે ફસાયું હતું.કોરોનાકાળમાં લોકડાઉનના પગલે લાગેલ કરફ્યુને કારણે ટ્રાફિક જામ થયો ન હતો,ફસાયેલા મોટા કન્ટેનરને બ્રિજ નીચેથી કાઢવા ડ્રાઇવરે ઘણી કોશિશ કરી પણ નીકળી શક્યું ન હતું.આખરે કન્ટેનરના ડ્રાઇવરે કન્ટેનરની પાછળના વહિલની હવા કાઢી નાખી હતી જેથી કન્ટેનરની ઉંચાઈ ઓછી થતા કલાકની મહેનત બાદ કન્ટેનર બ્રિજ નીચેથી નીકળ્યું હતું.