દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયાં છે ત્યારે ભરૂચ શહેર તથા જિલ્લામાં પણ વરસાદ વરસી રહયો છે. કયાંક મુશળધાર તો કયાંક છુટોછવાયો વરસાદ પડી રહયો છે.
ભરૂચ શહેર તથા જિલ્લામાં રવિવારે સવારથી અષાઢી માહોલ જોવા મળ્યો હતો. સવારથી જ સુર્યનારાયણ વાદળોની પાછળ ઘેરાયેલા રહયાં હતાં. વાદળોથી ગોરંભાયેલા આકાશમાંથી કયાંક મુશળધાર તો કયાંક છુટોછવાયો વરસાદ વરસ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા હાથતાળી આપી રહયાં હોવાથી બફારા અને ગરમીનું પ્રમાણ વધ્યું હતું. રવિવારે સવારે મેઘરાજાની એન્ટ્રી થતાંની સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ભરૂચ શહેર તથા તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાની વાત કરવામાં આવે તો જંબુસરમાં પણ રવિવારે સવારથી મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. જંબુસરમાં વરસી રહેલાં અવિરત વરસાદના પગલે ટંકારીભાગોળ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયાં હતાં.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170