મુંબઈમાં ગઈકાલે જે 4 સ્થળોએ બોમ્બ મૂકવાનો કોલ આવ્યો હતો તે હોક્સ કોલ હતો. મુંબઈ પોલીસે આ સંદર્ભમાં બે લોકોની અટકાયત કરી છે, જેમના નામ રાજુ કાંગણે અને રમેશ શિરસાત છે. બંને મુંબઈની બાજુમાં આવેલા કલ્યાણમાં ગત સાંજે પાર્ટી કરી રહ્યા હતા અને બંનેએ પોલીસને ફોન કરીને ચાર સ્થળે બોમ્બ મૂકવાની માહિતી આપી હતી.
જ્યારે પોલીસે ફરીથી તે નંબર પર ફોન કર્યો, ત્યારે તેઓએ મોબાઇલ બંધ કરી દીધો. સૂત્ર દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, તેણે નશાની હાલતમાં આ હોક્સ કોલ કર્યો હતો. પોલીસે ધરપકડ બાદ બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, “મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. હોક્સ સંબંધિત તેમની પૂછપરછ ચાલી રહી છે.”
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, “પોલીસને ગઈકાલે રાત્રે એક ફોન આવ્યો હતો જેમાં મુંબઈમાં ચાર અલગ અલગ સ્થળોએ બોમ્બ હોવાની માહિતી આપવામાં આવી હતી.” મુંબઈના ત્રણ મોટા રેલવે સ્ટેશન અને બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના બંગલાની સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. જોકે, સર્ચ દરમિયાન હજુ સુધી કંઇ શંકાસ્પદ મળ્યું નથી.
પોલીસના જણાવ્યા અનુસાર, એક વ્યક્તિએ 6 ઓગસ્ટની રાત્રે 8.50 વાગ્યે ડાયલ 100 પર મુંબઈ પોલીસના ઈમરજન્સી હેલ્પલાઈન નંબર પર ફોન કર્યો હતો અને કહ્યું હતું કે મુંબઈના ચાર અલગ અલગ સ્થળોએ બોમ્બ છે. બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ સાથે મુંબઈ પોલીસની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી અને સમગ્ર સ્થળની તપાસ કરી તો જાણવા મળ્યું કે તે હોક્સ કોલ હતો.
પોલીસે જણાવ્યું કે કોલ કરનાર વ્યક્તિએ મુંબઈમાં અમિતાભ બચ્ચનના બંગલાની સાથે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, દાદર અને ભાયખલા રેલવે સ્ટેશન પર બોમ્બ અંગે માહિતી આપી હતી.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170