ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર દ્વારા મહિલાઓને નારી અદાલતની સમજ તથા મહિલા વિષયક તમામ ચોજનાઓની જાણકારી આપી શકાય તે હેતુસર નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના માં શારદા ભવન ટાઉન હૉલ ખાતે નારી સંમેલનનું આયોજન કરવામાં આવતું હતું.
આ આયોજનનો મુખ્ય હેતુ મહિલાઓને સરકારની જુદી જુદી યોજનાઓ લાભ કઈ રીતે મળી શકે તેમજ મહિલા સાથે થઇ રહેલા અત્યાચારો સામે બંધારણીય જોગવાઈ અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી.આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પા પટેલ, અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ વિનય વસાવા સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
