ગુજરાત માંથી દોડતી 13 એક્સપ્રેસ ટ્રેનોને રેલવે વિભાગ દ્વારા સુપર ફાસ્ટ ટ્રેનો નો દરજ્જો આપવામાં આવ્યો છે જેનો અમલ તારીખ 21મી નવેમ્બર ના રોજ થી કરવામાં આવ્યો છે.
સામાન્ય રીતે એક્સપ્રેસ ટ્રેનો તેની નિર્ધારિત ગતિ મર્યાદા 110 કિલોમોટરની રફ્તાર થી દોડતી હોય છે જ્યારે સુપરફાસ્ટ ટ્રેન તેના કરતા પ્રતિકલાક ના 130 કિલોમીટર ની ઝડપે દોડે છે,13 એક્સપ્રેસ ટ્રેનને સુપરફાસ્ટ ના દરજ્જા સાથે તેના સેકન્ડ કલાસ સીટિંગ સિવાયના તેના તમામ ક્લાસની ટિકિટ ના દરમાં પણ વધારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ છે.
જાણવા મળ્યા મુજબ સૌરાષ્ટ્ર મેલ,બાંદ્રા ટર્મિનલ-દિલ્હી રોહિલ,ગાંધીધામ મેલ,ગુજરાત મેલ,કચ્છ એક્સપ્રેસ,સોમનાથ એક્સપ્રેસ ,સુરત ઇન્ટરસીટી,હાપા ઇન્ટરસીટી,ભાવનગર એક્સપ્રેસ-મેલ,ભગત કી કોઠ,અમદવાદ-અલ્હાબાદ,ઓખા-વારાણસી,સુરત-ભલપુર ટ્રેનોને સુપર ફાસ્ટ ટ્રેનનો દરજ્જો આપવામાં આવ્યો છે.અને ટ્રેનોની ગતિ મર્યાદા પણ વધતા હવે ટ્રેન તેના સમય કરતા કલાક વહેલી પહોંચશે તેમ રેલવે સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.
