બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે શિહોરી-પાટણ હાઇવે રોડ ઉપર ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વ કોરોના મહામારી બાદ હવે નવા વેરિયન્ટ ઓમિક્રોનના કારણે દહેશત અનુભવી રહ્યો છે, ત્યારે લોક જાગૃતિ અને સલામતી માટે બનાસકાંઠા જિલ્લાના શિહોરી ટ્રાફિક પોલીસ દ્વારા શિહોરી-પાટણ હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોને પોતાના આરોગ્યની કાળજી રાખવા તેમજ સલામતી માટે વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું, ત્યારે વાહનચાલકોએ ટ્રાફિક પોલીસની આ સુંદર કામગીરીને બિરદાવી હતી. જોકે, આ તકે લોકો પણ ફરજિયાત માસ્ક પહેરીને બહાર નીકળે તેવી ટ્રાફિક પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી.