સુરત શહેરની સચીન પોલીસે દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી રૂપિયા 25 હજારના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે.
આગામી 31 ફર્સ્ટ ડિસેમ્બરને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે બુટલેગરોએ શહેરમાં દારૂ ઘુસાડવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેવામાં સુરત શહેરના સચીન પોલીસને બાતમી મળી હતી કે, એક ટેમ્પોમાં દારૂ ભરીને મોહિની ગામ થઈ સનીય ગામ તરફ જવાનો છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવતા વર્ણન મુજબનો ટેમ્પો આવતા તેને થોભાવી તેમાં તપાસ કરતા વિદેશી બનાવટનો રૂપિયા 25 હજારનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. હાલ તો સચીન પોલીસે ટેમ્પો ચાલક ખેપીયો ગણેશ ઉર્ફે છોટુ પવારની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
