ગુજરાત શિક્ષણ વિભાગમાં પ્રથમ વખત વર્ગ-2ના 168 અધિકારીઓની બદલી, શિક્ષણ નિરીક્ષક અને આચાર્યોની મોટાપાયે બદલી કરવામાં આવી છે આ પહેલા ગુજરાતમાં નવા મુખ્યમંત્રી અને નવા મંત્રીમંડળની રચના બાદ આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની મોટા પાયે બદલી અને બઢતી કરવામાં આવી રહી હતી પણ ગુજરાત શિક્ષણ વિભાગમાં પ્રથમ વખત વર્ગ-2માં મોટાપાયે બદલીઓ કરવામાં આવી છે.

ગુજરાત સરકારના પ્રવક્તા અને શિક્ષણ વિભાગ મંત્રી જીતુ વાઘાણીના વિભાગ દ્વારા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.ગુજરાત શિક્ષણ વિભાગના 168 અધિકારીઓની એકી સાથે બદલી કરી દેવાતા હડકંપ મચ્યો છે. વર્ગ-2 ના શિક્ષણ નિરીક્ષક, આચાર્યોની બદલી કરવામા આવી છે. મહત્વનું છે કે શિક્ષણ વિભાગમાં પ્રથમ વખત વર્ગ-2 ની મોટાપાયે બદલી કરવામાં આવી છે આ પહેલા નવી ગુજરાત સરકારે શપથ લીધાના થોડા જ મહિનામાં વર્ગ 1ના અધિકારીઓની બદલી કરવામાં આવી હતી પણ શિક્ષણ વિભાગમાં હજુ સુધી આટલા મોટા પાયે બદલી કરવામાં આવી ન હતી. પહેલા 10 જાન્યુઆરીના રોજ ગુજરાતના 6 આઇએએસ અધિકારીઓની બઢતી કરવામાં આવી હતી

જ્યારે 3 આઇએએસ અધિકારીઓ બદલી કરી નાખવામાં આવી હતી. જેમાં આઇએએસ ડો અજય કુમાર- ડેપ્યૂટેશન, આઇએએસ જેનું દેવાન- સુપ્રીટેન્ડન્ટ રેવન્યુ વિભાગ આઇએએસ આલોક કુમાર પાંડે- કમિશનર શ્રમ અને રોજગાર વિભાગ, આઇએએસ રવિ કુમાર અરોરા- ડેપ્યૂટેશન યથાવત આઇએએસ આર બી બારડ- ચેરમેન જીપીસીબી (સુધારેલ આદેશ મુજબ), આઇએએસ એમ ડી મોડિયા- OSD CMO બઢતી કરાઇ હતી જ્યારે આઇએએસ ડી જી પટેલ- કમિશનર સહકાર વિભાગ, આઇએએસ ડી પી દેસાઇ- ચીડ એક્ઝિક્યુયટીવ ઓફિસર (AUDA), આઇએએસ એ બી ગોર-કલેકટર વડોદરા તરીકે બદલી કરાઇ હતી