દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકની વઘઇ તથા ચીંચીનાગાવઠા રેન્જના જુદા જુદા 3 ગામોની વન મંડળીઓના કુલ ૫૦૮ સભાસદોને રૂ.૨૩ લાખથી વધુની રકમના વિવિધ લાભો એનાયત કરાયા છે.
દક્ષિણ ડાંગના નાયબ વન સંરક્ષક નિલેશ પંડ્યા તરફથી મળેલી વિગતો અનુસાર, વનલક્ષ્મી યોજના અંતર્ગત વઘઇની મંડળીના ૨૦૮ સભાસદોને રૂ.૧૦,૪૧,૧૮૦/-ની કિંમતની પાણીની ટાંકી, ચીંચીનાગાવઠા રેન્જના ચીકાર ગામની મંડળીના ૨૦૦ લાભાર્થીઓને રૂ.૫,૫૨,૦૦૦/-ની કિંમતની તાડપત્રી, તથા પીમ્પરીની મંડળીના ૩૦૦ સભાસદોને રૂ.૭,૨૬,૦૦૦/-ની કિંમતના વિવિધ સાધન સહાય અર્પણ કરાયા છે. વઘઇ પાસે આવેલા રાજેન્દ્રપુર ખાતે યોજાયેલા આ સાધન સહાય વિતરણ કાર્યક્રમમાં ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવિત, ધારાસભ્ય વિજય પટેલ સહિત સ્થાનિક પદાધિકારીઓ અને વન અધિકારીઓએ ઉપસ્થિત રહી લાભાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું.
