ભરૂચ જિલ્લા સંચારી રોગચાળા અટકાયત માટે જિલ્લા રોગચાળા અટકાયત અને સંકલન સમિતિની બેઠક ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના વિસીરૂમમાં મળી હતી.

જિલ્લા વિકાસ અધિકારીએ પાણી જન્ય રોચગાળા, વાહકજન્ય રોગચાળા અને લેપ્ટોસ્પાયરોસીસ રોગચાળા અંગે ચર્ચા કરી થયેલી કામગીરીની સમીક્ષા કરી વધુ અસરકારક કામગીરી માટે દિશાનિર્દેશ આપ્યા હતા.

વરસાદની  ઋતુમાં થયેલી  કામગીરી, ક્લોરિનેશન અને પાણીના સ્ત્રોત અંગે  સૂચનો કર્યા હતા. આ સિવાય સરકારી દવાખાના માટે જરૂરી જગ્યા ફાળવવા અંગે પણ ચર્ચા થઈ હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં થયેલી કામગીરી આરોગ્ય વિભાગની કામગીરી, ચાંદીપૂરા કેસ અને તેમાં થયેલી કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કર્યુ હતું.