ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા રોડ ઉપર આવેલ NCTL કંપની ખાતે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.આજે તા. 4 માર્ચના રોજ રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે અંકલેશ્વરના ઉમરવાડા રોડ ઉપર આવેલ NCTL કંપની ખાતે પ્રાંત અધિકારી નૈતિકા પટેલની અધ્યક્ષતામાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે કંપનીના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાંત અધિકારીએ લોકોને સુરક્ષા અંગેની પ્રતિજ્ઞા લેવડાવી હતી. આ કાર્યક્રમમાં NCTLના મુખ્ય અધિકારી પ્રફુલ પંચાલ, શિક્ષક ગજેન્દ્ર પટેલ સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.