આવતીકાલે રથયાત્રાનું પર્વ
ભગવાન જગન્નાથની નિકળશે રથયાત્રા
રથયાત્રાના પર્વને લઈ પોલીસ વિભાગ સજ્જ
પોલીસ દ્વારા રૂટ પર યોજાયું ફૂટ પેટ્રોલિંગ
એસ.પી.અક્ષયરાજ મકવાણા રહ્યા હાજર
ભરૂચમાં રથયાત્રાના પર્વને લઈ પોલીસ વિભાગ સજ્જ બન્યું છે.જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની હાજરીમાં રથયાત્રાના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું.
ભગવાન જગન્નાથની રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન કરવા માટે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં રથયાત્રાના સમગ્ર રૂટ પર ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું.રથયાત્રા દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડોગ સ્કવોડ, બોમ્બ સ્કવોડ તેમજ ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) તૈનાત રહેશે. ઉપરાંત, બંદોબસ્તમાં ફરજ બજાવતા દરેક પોલીસકર્મીને હેલ્મેટ, લાકડી અને વ્હીસલ સાથે તૈનાત રાખવામાં આવશે.પોલીસ દ્વારા સમગ્ર રૂટ પર પોઇન્ટ-ટુ-પોઇન્ટ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી યાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈપણ પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.આ ફૂટ પેટ્રોલિંગમાં ત્રણ ડીવાયએસપી સહિતના અન્ય પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા. પોલીસ તંત્રે રથયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને સહકાર આપવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે.
