ગુજરાતના ગાંધીનગર ખાતે દેશના વડાપ્રધાન મોદીના હસ્તે રેલવે સ્ટેશનનું ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતુ.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/01/C1uZK5XUUAAVE9s.jpg)
આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદી તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રેલવે પ્રધાન સુરેશ પ્રભુ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સ્ટેશનના મોડલ અંગેની જાણકારી પણ મેળવી હતી.
આ ઉપરાંત લગભગ 500 કરોડ રૂપિયાના ખર્ચે રેલવે સ્ટેશનની ઉપર તૈયાર થનાર હોટલનું પણ ખાતમુહર્ત મોદી દ્વારા કરવામાં આવ્યુ હતુ.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/01/C1undkeXUAAYgKT.jpg)
ત્યારબાદ નરેન્દ્ર મોદી ગ્લોબલ ટ્રેડ શો ના ઉદઘાટન અર્થે પહોંચ્યા હતા જ્યાં તેમણે ટ્રેડ શો નું ઉદઘાટન કર્યું હતુ અને પછી ત્યાં ફરીને લોકોનું અભિવાદન ઝીલ્યુ હતુ.
10 મી જાન્યુઆરીના રોજ મોદીના વરદ હસ્તે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદઘાટન કરવામાં આવશે.
