કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની રેશ્મા પટેલ વચ્ચેની બબાલનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં પત્ની રેશ્મા પટેલને ભરતસિંહ ના ઘરે યુવતી જોવા મળતા પત્નીએ ભારે હોબાળો મચાવ્યો છે. વાયરલ વીડિયોમાં ભરતસિંહ અને પત્ની વચ્ચે ભારે ઝપાઝપી થયેલી જોવા મળે છે. હાલ આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

” max-width=”100%” class=”video-element note-video-clip” height=”360″>

મળતી માહિતી અનુસાર ભરતસિંહ સોલંકીનો વાયરલ વીડિયો કોંગ્રેસ હાઇકમાન્ડ પાસે પહોંચ્યો છે. અને કોંગ્રેસ હાઈ કમાન્ડે આની ગંભીર નોંધ લીધી છે. ગુજરાતના નેતા ભરતસિંહ સોલંકીની ફરિયાદ કરી છે કે ભરતસિંહના કારણે મહેનત પર પાણી ફરી રહ્યું છે. પાર્ટીની છબી ખરાબ થઈ રહી છે.ભરતસિંહ સોલંકીના સુધરે તો રાજકારણ છોડે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે.રાહુલ ગાંધી ગુજરાતના એક ટોચના નેતાને ભરતસિંહને મળવા આદેશ કર્યો છે. મળીને સમગ્ર મામલે સાચી હકીકત આપવાનું જણાવ્યું છે.

રેશમા પટેલના કેહવા મુજબ તેઓ પતિ ભરતસિંહને સમજાવા પહોંચ્યા હતા. હું હજુ પણ મારા પતિ ને ચાહુ છું. હું ઇચ્છું છું કે મારા પતિ મારી સાથે પરત આવી જાય. હું મારા પતિને ઘણા સમયથી શોધતી હતી. પછી મને ગઈ કાલે અચાનક ખબર પડી કે તેઓ આણંદ વિદ્યાનગર નજીક ઋતુરાજ આઇસક્રીમની દુકાન આગળ આઇસક્રીમ ખાતા હતા, ત્યારે બંનેને હું જોઈ ગઈ, એટલે મે ગાડી ફોલો કરી અને પછી તે જ્યાં રહે છે, પેલી છોકરી સાથે હું ત્યાં ગઇ. ત્યાં હું ગઇ એટલે ઘરનો દરવાજો બંધ હતો. હું ચૂપચાપ ઊભી રહી અને પછી તેઓએ દરવાજો ખોલ્યો અને પછી હકીકતમાં તો હું તેમને સમજાવવા જ ગઇ હતી. મારી લાગણી હતી એટલા માટે જ હું તેમને લેવા ગઈ હતી. પરંતુ ત્યાં થોડીક માથાકૂટ થઇ અને તેમને આવવાની ના પાડી. તેમને મારી સામે હાથ ઉગામવાની કોશિશ કરી હતી.