અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટેક્સ વિભાગમાં કરોડો રૂપિયાના ટેક્સની બારોબાર રકમ ક્રેડિટ બતાવી કૌભાંડ આચરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઇ ગવર્નન્સ પ્રોજેક્ટ મારફતે દરેકને લોગીન આઈડી પાસવર્ડ આપવામાં આવ્યા છે. જોકે કોઈપણ વ્યક્તિને આ આઇડી પાસવર્ડ મળી જાય તો સરળતાથી પોતે એક્સેસ કરી કૌભાંડ કરી શકે છે.
આઇડી પાસવર્ડ સિસ્ટમમાં કોઈપણ સેફ્ટી કે સિક્યુરિટી ન હતી. જેથી હવે તમામ અધિકારીઓ કે કર્મચારીઓને લોગીન આઈડી પાસવર્ડ માં OTP સિસ્ટમ લાગુ કરવામાં આવશે. જેના માટે તમામ ખાતાના ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ ના નામ, એમ્પ્લોય આઈડી અને મોબાઇલ નંબરની માહિતી ઇ ગવર્નન્સ ખાતા દ્વારા માંગવામાં આવી છે.
ટેક્સ વિભાગ માં રૂ.281 કરોડના બારોબાર ટેક્સ ક્રેડિટ કૌભાંડમાં કોઈ વ્યક્તિ લોગીન આઈડી પાસવર્ડ થી ખાતામાં પૈસા જમા ન થયા હોવા છતાં રકમ ઓનલાઈન ઝીરો બતાવી ટેક્સ ભરાઈ ગયો હોવાનું બતાવાયુ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનન તમામ વિભાગોમાં ઇ ગવર્નન્સ પ્રોજેક્ટ હેઠળ TCS સિસ્ટમથી કામગીરી થાય છે. જેમાં ERP સિસ્ટમ હવે વધુ સેફ અને સિક્યોર કરવા માટે હવે લોગીન કરતી વખતે OTP સિસ્ટમ લાગુ કરાશે.
જ્યારે પણ કોઈ કર્મચારી કે, અધિકારી લોગીન કરશે ત્યારે તેને OTP આવશે જે નાખ્યા બાદ જ લોગીન કરી શકશે. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા તમામ ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના નામ, એમ્પ્લોય આઈડી અને મોબાઈલ નંબર amctcshelpdesk@ahmedabadcity.gov.in માં અને શીશીમાં salmanabbasi@ahmedabadcity.gov.in તેમજ kaushik@ahmedabadcity.gov.in ઈમેલ કરવાની રહેશે. જો કોઈ અધિકારી કે કર્મચારી તાકીદે પોતાની માહિતી નહિ આપે તો પોતે આઇડી પાસવર્ડ થી લોગીન નહિ કરી શકે.
