ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યા બાદ આજે ફરીથી કેસ વધ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 894 નવા કોરોના કેસ નોંધાયા છે. આજે 691 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં આજે સંક્રમણથી એકપણ વ્યક્તિનું મોત નથી થયું. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. આજે નોંધાયેલા કેસમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે.
રાજ્યમાં આજે નોંધાયેલા નવા 894 કોરોના કેસોમાં સૌથી વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં નવા 295 કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 54, મહેસાણા 45, વડોદરા કોર્પોરેશન 65, રાજકોટ કોર્પોરેશનમાં 31, સુરત 24, ગાંધીનગર કોર્પોરેશનમાં 27, ભાવનગર કોર્પોરેશન 22, ભરુચ 18, વડોદરા 16, જામનગર કોર્પોરેશન 7, ગાંધીનગર 31, કચ્છ 30, પાટણ 38, રાજકોટ 18 કેસ નોંધાયા છે.
રાજ્યમાં આજે કોરોનાથી મુક્ત થઇને 691 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 12,28,955 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ વધીને 5099 થયા છે, જેમાં 8 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 10,954 મોત થયા છે. આ સાથે રાજ્યમાં આજે કુલ 1,93,074 લોકોને કોરોનાની રસીનો ડોઝ આપવામાં આવ્યો છે. ગુજરાતમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને પ્રિકોશન ડોઝ ફ્રી આપવાની શરૂઆત થઈ છે. ફરી રસીકરણ સેન્ટર પર લોકો પ્રિકોશન ડોઝ લેવા માટે લાઈન લગાવી રહ્યાં છે.
