ગુજરાત બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ના હસ્તે ‘BJP Digital Warriors’ અભિયાન અંતર્ગત 96 24 182 182 નંબરની જાહેરાત કરવામાં આવી.7 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી ‘BJP Digital Warriors’ અભિયાન ચલાવવામાં આવશે.પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપના સોશિયલ મીડિયા કેમ્પેઇન ‘BJP Digital Warriors’ નો શુભારંભ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ના વરદ હસ્તે યોજવામાં આવ્યો.
પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ના હસ્તે એક નંબર (96 24 182 182) પણ જાહેર કરવામાં આવ્યો અને પ્રદેશ અધ્યક્ષ તેમના નંબરથી મીસ કોલ કરી ડિજિટલ વોરિયર્સ કેમ્પેનનો પ્રારંભ કરાવ્યો. ટેકનોલોજી યુગમાં વધુ લોકો સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા હોય છે. ત્યારે ગુજરાતમાં વધુ યુવાનો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય તે માટે 15 દિવસનો નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ના માર્ગદર્શન હેઠળ ભાજપના સોશિયલ મીડિયા કેમ્પેઇન ‘BJP Digital Warriors’ અભિયાન 22 સપ્ટેમ્બર સુધી ચલાવવામાં આવશે. આ અભિયાનથી રાજ્યના યુવાનોને ભારતીય જનતા પાર્ટી સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. જાહેર કરેલ નંબર પરથી મિસ કોલ કરવાથી કેમ્પેઇનમાં જોડાવાની લીંક આવશે. જે લીંક મારફતે જરૂરી વિગતો ભરી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા યુવાનો એ કેમ્પેઇનમાં જોડાઇ શકશે
