અંકલેશ્વરમાં નવરાત્રી પર્વની ઉજવણી

નવરાત્રી પર્વ તેના મધ્ય ચરણમાં 

પાંચમના નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા

મંત્રી ઇશ્વરસિંહ પટેલે પણ આપી હાજરી

યુવાધન હિલ્લોળે ચઢ્યુ

અંકલેશ્વરમાં પાંચમના નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા.ખોડલધામ સમિતિના નવરાત્રી મહોત્સવમાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિત રહ્યા હતા

અંકલેશ્વરમાં નવરાત્રીના પાવન પર્વની ભવ્ય ઉજવણી વચ્ચે પાંચમના નોરતે ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓએ મન મૂકીને ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી. ખોડલધામ સમિતિ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ અને ગરબાપ્રેમીઓ ઉમટી પડ્યા હતા. પરંપરાગત ગરબાની રમઝટ સાથે સમગ્ર ગરબા ગ્રાઉન્ડ ભક્તિ અને ઉત્સાહના રંગે રંગાયું હતું.આ પ્રસંગે ગુજરાત રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ વિવેક ભરડીવાલા, ભાજપ પ્રમુખ જય તેરૈયા, ખોડલધામ સમિતિના ભરત પટેલ સહિતના આગેવાનો અને મહાનુભાવોએ પણ હાજરી આપી હતી.મહાનુભાવોએ ગરબાની રમઝટ નિહાળીને આનંદ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ, ખેલૈયાઓએ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ તાલબદ્ધ ગરબાની રમઝટ બોલાવી હતી. નવરાત્રી મહોત્સવમાં ભક્તિ, પરંપરા અને ઉત્સાહનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.