બીજી ઓક્ટોબર ગાંધીજયંતી પ્રસંગે જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલા ગાંધીજીની પ્રતિમાને જામનગરની અલગ અલગ સંસ્થાઓ તેમજ રાજકીય પક્ષો દ્વારા સુતરની આંટી પહેરાવવામાં આવી હતી જામનગર જિલ્લા શહેર કોંગ્રેસ તેમજ જામનગર જિલ્લા શહેર ભાજપ તેમજ અન્ય શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા બે ઓક્ટોબર ગાંધીજી જયંતિ પ્રસંગે જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલી ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવવામાં આવી હતી..
તેમજ આ પ્રસંગે જરૂરિયાતમંદ લોકોને લાયન્સ ક્લબ ઓફ જામનગર વેસ્ટ દ્વારા સીવણ સંચા, સાયકલ, ટ્રાયસિકલ વગેરેનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જામનગરના મેયર બીનાના કોઠારી, શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિમલ કગથરા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા,કોર્પોરેટરો પક્ષના કાર્યકર્તાઓ તેમજ ગાંધી વિચારધારા ધરાવતા લોકો ઉપસ્થિત રહ્યા હતા

/connect-gujarat/media/post_attachments/7565f4b6c7aa101c12af201dfd74480397d4fb60fecbee8aa8a1f17d0a43be50.webp)
/connect-gujarat/media/post_attachments/065282598a9e56cbd13f306eee9265d984d7dafaeaccbf143db3df5dd43381db.webp)


Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170