ભરૂચ વાલિયા-ડહેલી માર્ગ પર મોખડી ગામના યુવાનો બાઇક લઇને જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક બાઇક ઝાડ સાથે અથડાતા મોખલી ગામના બંને યુવકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં
મોખલી ગામના યુવકોની બાઈક વૃક્ષ સાથે ધડાકા ભેર અથડાતાં ગંભીર ઇજાઓને પગલે બંને યુવાનોના કમકમાટી ભર્યા ઘટના સ્થળે જ કરુણ મોત નિપજતા મોખલી ગામમાં શોક વ્યાપી જવા પામ્યો છે આ અંગે વાલિયા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..
