ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ આજે રાત્રે (21 એપ્રિલ) IPLમાં આમને-સામને થશે. આ મેચ ચેન્નઈના હોમ ગ્રાઉન્ડ 'એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેપોક' પર રમાશે. આ મેદાન હંમેશા સ્પિનરો માટે મદદરૂપ રહ્યું છે. આવી સ્થિતિમાં અહીં બંને ટીમો તેમના અગાઉના પ્લેઇંગ-11માં ફેરફાર કરવા અને વધારાના સ્પિનરોને રમાડવા માંગે છે.
ન્યૂઝિલેન્ડના સ્પિનર મિશેલ સેન્ટનર ચેન્નઈની ટીમમાં વાપસી કરી શકે છે, જ્યારે સનરાઈઝર્સ ટીમ ઈંગ્લેન્ડના સ્પિનર આદિલ રાશિદને મેદાનમાં ઉતારી શકે છે. એટલે કે, બંને ટીમો પ્લેઇંગ-11માં વિદેશી સ્પિનરને તક આપી શકે છે. બેન સ્ટોક્સ પણ આજની મેચ માટે સંપૂર્ણ રીતે ફિટ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જોકે CSK ટીમમાં તેનું સ્થાન અત્યારે દેખાતું નથી. કારણ કે આ ટીમના લગભગ તમામ વિદેશી ખેલાડીઓ સારી સ્થિતિમાં છે.
બંને ટીમોના સંભવિત પ્લેઇંગ-11
CSK પ્લેઈંગ-11
ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, મોઈન અલી, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, એમએસ ધોની, તુષાર દેશપાંડે, મહિષ તિક્ષ્ણા, મિશેલ સેન્ટનર.
SRH પ્લેઇંગ-11
હેરી બ્રૂક, મયંક અગ્રવાલ, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ (કેપ્ટન), અભિષેક શર્મા, હેનરિક ક્લાસેન, અબ્દુલ સમદ, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, આદિલ રાશિદ, મયંક માર્કંડે.