DC vs GT : ગુજરાત ટાઇટન્સે 6 વિકેટે મેચ જીતી, દિલ્હી કેપિટલ્સની સિઝનની સતત બીજી હાર..!

ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સને તેના હોમ ગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમમાં હરાવ્યું હતું.

New Update
DC vs GT : ગુજરાત ટાઇટન્સે 6 વિકેટે મેચ જીતી, દિલ્હી કેપિટલ્સની સિઝનની સતત બીજી હાર..!

ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સને તેના હોમ ગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમમાં હરાવ્યું હતું. યુવા બેટ્સમેન સાઈ સુદર્શને અણનમ અડધી સદી ફટકારીને ગુજરાતે 6 વિકેટે મેચ જીતી લીધી હતી. આ સિઝનમાં ગુજરાતની સતત બીજી જીત છે. તેણે છેલ્લી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું હતું. દિલ્હી કેપિટલ્સની આ બીજી હાર છે. દિલ્હીને છેલ્લી મેચમાં લખનૌ સુપરજાયન્ટ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 8 વિકેટે 162 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 18.2 ઓવરમાં 4 વિકેટે 163 રન બનાવીને મેચ જીતી લીધી હતી. તે માટે મોહમ્મદ શમી અને રાશિદ ખાને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. આ સાથે જ સાઈ સુદર્શને 48 બોલમાં અણનમ 62 રન બનાવ્યા હતા. ડેવિડ મિલર 16 બોલમાં 31 રન બનાવીને અણનમ રહ્યો હતો. વિજય શંકરે 23 બોલમાં 29 રન બનાવ્યા હતા. તેને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ડ્રાફ્ટ કરવામાં આવ્યો હતો. રિદ્ધિમાન સાહા અને શુભમન ગીલે 14-14 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 5 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સ તરફથી એનરિચ નોર્ટજેએ 2 વિકેટ ઝડપી હતી. ખલીલ અહેમદ અને મિશેલ માર્શને એક-એક સફળતા મળી.

Latest Stories