DC vs MI: મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે હરાવ્યું, કેપ્ટન રોહિતે 65 રન બનાવ્યા..!

IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે હરાવી પ્રથમ જીત નોંધાવી.

New Update
DC vs MI: મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે હરાવ્યું, કેપ્ટન રોહિતે 65 રન બનાવ્યા..!

IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે હરાવી પ્રથમ જીત નોંધાવી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ તમામ 10 વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ છેલ્લા બોલે 4 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. મુંબઈ તરફથી કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ 65 રન બનાવ્યા હતા. તિલક વર્માએ 41 અને ઈશાન કિશને 31 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી મુકેશ કુમારે 2 અને મુસ્તાફિઝુર રહેમાને 1 વિકેટ ઝડપી હતી.

દિલ્હી તરફથી અક્ષર પટેલે 54 અને ડેવિડ વોર્નરે 51 રન બનાવ્યા હતા. મનીષ પાંડેએ 26 રન બનાવ્યા હતા. હવે દિલ્હીની ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને આવી ગઈ છે.