Connect Gujarat
ઇન્ડિયન પ્રીમિયર લીગ

IPL 2023 : રાજસ્થાન રોયલ્સએ ચેન્નઈ સુપર કિંગ્સ 32 રને હરાવ્યું

IPL 2023 : રાજસ્થાન રોયલ્સએ ચેન્નઈ સુપર કિંગ્સ 32 રને હરાવ્યું
X

ઇન્ડિયન પ્રિમિયર લીગની 16મી સીઝનમાં 37મી લીગ મેચ માટે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની ટીમો આમને-સામને હતી. આ મેચમાં રાજસ્થાને આ સીઝનમાં બીજી વખત ચેન્નઈને 32 રને હરાવ્યું હતું. ટોસ જીત્યા બાદ આરઆર બેટિંગ કરવા ઉતરી અને 20 ઓવરમાં 5 વિકેટે 202 રન બનાવ્યા. રનનો પીછો કરતા CSK 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને માત્ર 170 રન જ બનાવી શકી હતી. ટીમની આ જીત બાદ રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજૂ સેમસન ઘણો ખુશ જોવા મળ્યો હતો.

સંજૂ સેમસને મેચ બાદ કહ્યું હતું કે મેચ જીતવી ટીમ અને પ્રશંસકોના વાતાવરણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી. તે જયપુરમાં અમારી પ્રથમ જીત પણ હતી. આપણે એક દિશામાં જઈ શકતા નથી. જો તમે ચિન્નાસ્વામી અથવા વાનખેડેમાં રમી રહ્યા હોવ તો તમે પીછો કરવા માંગતા હોવ પરંતુ અહીંની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને મેં પ્રથમ બેટિંગ કરવાની તક લીધી. જ્યારે પણ અમે બેટિંગ કરતા ત્યારે તમામ યુવાનો આવ્યા અને પોતાનું કામ કર્યું હતું.

Next Story