IPL 2023 : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ આજે સામ સામે ટકરાશે

New Update
IPL 2023 : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ આજે સામ સામે ટકરાશે

ઇન્ડિયન પ્રિમિયર લીગમા આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ સામ સામે ટકરાશે. આ મેચ RCBના હોમ ગ્રાઉન્ડ એટલે કે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. અહીંની પીચ હંમેશા બેટ્સમેનોને ઘણી મદદ કરે છે. આઇપીએલ 2023માં આરસીબીએ આ મેદાન પર રમાયેલી 5માંથી 3 મેચ જીતી છે.

આવી સ્થિતિમાં જ્યારે બેગ્લોર કોલકત્તા સામે હોમ ગ્રાઉન્ડ પર ઉતરશે ત્યારે તે સીઝનની પાંચમી જીત મેળવવા ઈચ્છશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે અત્યાર સુધી 7માંથી 4 મેચ જીતી છે અને તે પોઈન્ટ ટેબલમાં પાંચમાં નંબર પર છે. કોલકાતા નાઈટ રાઈડર્સે 7માંથી માત્ર 2 જીત મેળવી છે અને તે 8મા નંબરે છે.

એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આરસીબી સામે કોલકત્તાનો રેકોર્ડ શાનદાર છે. આ મેદાન પર બંને વચ્ચે અત્યાર સુધીમાં 11 મેચ રમાઈ છે. તેમાંથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે માત્ર 4 મેચ જીતી છે જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સે 7 મેચ જીતી છે.

ફાફ ડુપ્લેસીસની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસે ત્રણ મુખ્ય બેટ્સમેન છે જેઓ મધ્યમ અને નીચલા ક્રમના બેટ્સમેનોને છોડીને અસાધારણ રીતે સારું પ્રદર્શન કરી રહ્યા છે. તેમની બોલિંગ પણ ચિંતાનો વિષય છે કારણ કે આ સીઝનમાં માત્ર મોહમ્મદ સિરાજ જ ચમક્યો છે.