Connect Gujarat
ઇન્ડિયન પ્રીમિયર લીગ

IPL 2023, SRH vs MI : મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું

IPL 2023, SRH vs MI : મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું
X

મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે મુંબઈ પ્લેઓફની નજીક પહોંચી ગયું છે. કેમરન ગ્રીને ટીમ માટે તોફાની બેટિંગ કરી હતી. તેણે અણનમ સદી ફટકારી હતી. ગ્રીને 47 બોલમાં 100 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 56 રનનું યોગદાન આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 201 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં મુંબઈએ 18 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.

હૈદરાબાદે મુંબઈને જીતવા માટે 201 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ દરમિયાન વિવરાંત શર્મા અને મયંક અગ્રવાલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. મયંકે 46 બોલમાં 83 રન બનાવ્યા હતા. જ્યારે વિવરાંતે 47 બોલમાં 69 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી આકાશ માધવાલે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 37 રન આપીને 4 વિકેટ લીધી હતી.

હૈદરાબાદે મુંબઈને જીતવા માટે 201 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ દરમિયાન વિવરાંત શર્મા અને મયંક અગ્રવાલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. મયંકે 46 બોલમાં 83 રન બનાવ્યા હતા જ્યારે વિવરાંતે 47 બોલમાં 69 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી આકાશ માધવાલે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 37 રન આપીને 4 વિકેટ લીધી હતી.

Next Story