IPL: રાજસ્થાન રોયલસે મુંબઇ ઇન્ડિયનને હરાવ્યું, યશસ્વી જયસ્વાલની સદી, સંદીપ શર્માની 5 વિકેટ

IPL-2024માં રાજસ્થાન રોયલ્સે બીજી વખત સતત ત્રીજી જીત હાંસલ કરી છે. ટીમે સિઝનની 38મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 9 વિકેટે હરાવ્યું હતું.

New Update
IPL: રાજસ્થાન રોયલસે મુંબઇ ઇન્ડિયનને હરાવ્યું, યશસ્વી જયસ્વાલની સદી, સંદીપ શર્માની 5 વિકેટ
Advertisment

IPL-2024માં રાજસ્થાન રોયલ્સે બીજી વખત સતત ત્રીજી જીત હાંસલ કરી છે. ટીમે સિઝનની 38મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 9 વિકેટે હરાવ્યું હતું. 17મી સિઝનમાં રાજસ્થાનની આ 7મી જીત હતી, આ સાથે રોયલ્સ ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. બીજી તરફ મુંબઈ પાંચમી મેચ હારી ગયું હતું.RRના ઓપનર યશસ્વી જયસ્વાલે 60 બોલમાં અણનમ 104 રનની સદી ફટકારી હતી. તેણે 9 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. જોસ બટલરે 35 રન અને કેપ્ટન સંજુ સેમસને 38 અણનમ રનનું યોગદાન આપ્યું હતું. MI તરફથી પિયૂષ ચાવલાને એક વિકેટ મળી હતી.મુંબઈ તરફથી તિલક વર્માએ 45 બોલમાં 3 સિક્સરથી 65 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી, જ્યારે નેહલ વાઢેરા 49 રન બનાવીને આઉટ થયો હતો. મોહમ્મદ નબીએ 23 રનનું યોગદાન આપ્યું હતું. રાજસ્થાન તરફથી સંદીપ શર્માએ 5 વિકેટ લીધી હતી. ટ્રેન્ટ બોલ્ટને 2 વિકેટ મળી હતી. યુઝવેન્દ્ર ચહલે એક વિકેટ લીધી હતી.

Latest Stories