IPL : રિંકુસિંહે છેલ્લી ઓવરમાં 5 છગ્ગા લગાવીને KKRને અપાવી જીત, રાશીદની હેટ્રિક એળે ગઈ

New Update
IPL : રિંકુસિંહે છેલ્લી ઓવરમાં 5 છગ્ગા લગાવીને KKRને અપાવી જીત, રાશીદની હેટ્રિક એળે ગઈ
Advertisment

કોલકાતા નાઈટ રાઈડર્સે IPL-2023માં મેચના છેલ્લા 5 બોલમાં રિંકુ સિંહની સતત 5 છગ્ગાના આધારે બીજી જીત મેળવી હતી. ટીમે ખૂબ જ રોમાંચક મુકાબલામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સને 3 વિકેટે હરાવ્યું હતું.

Advertisment

કોલકાતાને છેલ્લી ઓવરમાં 29 રન કરવાના હતા. ઉમેશ યાદવે 20મી ઓવરના પહેલા બોલ પર સિંગલ લીધો હતો. આ પછી રિંકુ સિંહે સતત 5 સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ટૉસ જીતીને બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટે 204 રન બનાવ્યા હતા. 205 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી કોલકાતાની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 207 રન જ બનાવ્યા હતા.

ગુજરાત ટાઇટન્સે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા નિર્ધારિત ઓવરમાં 4 વિકેટે 204 રન બનાવ્યા હતા. ટીમ તરફથી સૌથી વધુ વિજય શંકરે 24 બોલમાં 63 રન ફટકાર્યા હતા. તો સાંઈ સુદર્શને 53 રન બનાવ્યા હતા. શુભમન ગિલે 39 રન કર્યા હતા. KKR તરફથી સૌથી વધુ સુનીલ નારાયણને 3 વિકેટ મળી હતી, તો સુયશ શર્માને 1 વિકેટ મળી હતી.

Latest Stories