/connect-gujarat/media/post_banners/816ceb580143862be7919c75768b0638c67fa7135ee67e36d96bc677c669ae3a.webp)
કોલકાતા નાઈટ રાઈડર્સે પંજાબ કિંગ્સને 5 વિકેટે હરાવ્યું. આ મેચમાં પંજાબે પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 179 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ છેલ્લા બોલે 5 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. આ જીત સાથે કોલકાતા નાઈટ રાઈડર્સના 11 મેચમાં 10 પોઈન્ટ થઈ ગયા છે અને આ ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને આવી ગઈ છે. પંજાબ પણ 11 મેચમાં 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે.
આ મેચમાં પંજાબ માટે કેપ્ટન શિખર ધવને સૌથી વધુ 57 રન બનાવ્યા હતા. તે જ સમયે વરુણ ચક્રવર્તીએ 3 અને હર્ષિત રાણાએ 2 વિકેટ ઝડપી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી નીતિશ રાણાએ 51 અને આન્દ્રે રસેલે 42 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી રાહુલ ચહરે 2 વિકેટ ઝડપી હતી.