Connect Gujarat
ઇન્ડિયન પ્રીમિયર લીગ

LSG vs MI Eliminator : IPL 2023માં આજે નોકઆઉટ મેચ, લખનૌ અને મુંબઈ વચ્ચે ટક્કર

IPL 2023માં આજથી નોકઆઉટ રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. આજથી મેચમાં જે પણ ટીમ હારશે, તેની સફર આ સિઝનમાં સમાપ્ત થઈ જશે.

LSG vs MI Eliminator : IPL 2023માં આજે નોકઆઉટ મેચ, લખનૌ અને મુંબઈ વચ્ચે ટક્કર
X

IPL 2023માં આજથી નોકઆઉટ રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. આજથી મેચમાં જે પણ ટીમ હારશે, તેની સફર આ સિઝનમાં સમાપ્ત થઈ જશે. તેની શરૂઆત લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેના એલિમિનેટરથી થવા જઈ રહી છે. ચેન્નાઈના ચેપોકમાં બુધવારે યોજાનારી આઈપીએલની એલિમિનેટર મેચમાં લીગની સૌથી સફળ ટીમ મુંબઈ અને સતત બીજી વખત પ્લેઓફમાં પહોંચેલી લખનૌની ટીમો આમને-સામને થશે. કેપ્ટન રોહિત શર્માની ટીમ મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલમાં સૌથી વધુ પાંચ ટાઈટલ જીત્યા છે, પરંતુ આ સિઝનમાં તેના પ્રદર્શનમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. એલિમિનેટર મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ તેના અડધા કલાક પહેલા એટલે કે સાંજે 7 વાગ્યે થશે.

કેપ્ટન કૃણાલ પંડ્યાની ટીમ લખનૌ એલિમિનેટરમાંથી બહાર થવાના દર્દને સમજે છે અને ટીમ ગયા વર્ષની ભૂલથી બચવા માંગે છે. લખનૌ ગયા વર્ષે પણ એલિમિનેટરમાં હાર્યા બાદ લીગમાંથી બહાર થઈ ગયું હતું. જોકે, આ સિઝનમાં તેનું પ્રદર્શન મુંબઈ કરતાં વધુ સારું રહ્યું નથી. બંનેની આઠ-આઠ જીત હતી અને લખનૌ મુંબઈ કરતાં એક પોઈન્ટ વધુ સાથે ત્રીજા સ્થાને છે.

આ એલિમિનેટર મેચમાં જે ટીમ હારશે તે સિઝનમાંથી બહાર થઈ જશે. વિજેતા ટીમને ફાઇનલમાં પહોંચવા માટે વધુ એક મેચ રમવી પડશે. ક્વોલિફાયર-1ની હારેલી ટીમ ક્વોલિફાયર-2માં એલિમિનેટરની વિજેતા ટીમ સામે રમશે અને આ મેચની વિજેતા ટીમ ફાઇનલમાં પહોંચશે. ગુજરાત ટાઈટન્સને ક્વોલિફાયર-1માં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં ગુજરાતે હવે ક્વોલિફાયર-2 રમવું પડશે. લખનૌ અને મુંબઈની વિજેતા ટીમ ક્વોલિફાયર-2 રમશે. હારેલી ટીમની સફર અહીં પૂરી થશે.

Next Story