Connect Gujarat
ઇન્ડિયન પ્રીમિયર લીગ

MI vs CSK : ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 7 વિકેટે હરાવ્યું, જાડેજા અને અજિંક્ય રહાણેનું તોફાની પ્રદર્શન..!

ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 2 વિકેટે હરાવી સિઝનની બીજી જીત મેળવી છે. ત્રણ મેચમાં ચેન્નાઈની આ સતત બીજી જીત છે.

MI vs CSK : ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 7 વિકેટે હરાવ્યું, જાડેજા અને અજિંક્ય રહાણેનું તોફાની પ્રદર્શન..!
X

ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 2 વિકેટે હરાવી સિઝનની બીજી જીત મેળવી છે. ત્રણ મેચમાં ચેન્નાઈની આ સતત બીજી જીત છે. અગાઉ તેણે લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું હતું. પ્રથમ મેચમાં તેને ગુજરાત ટાઇટન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ તો આ સિઝનમાં તેની સતત બીજી હાર છે.

ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. મુંબઈએ 20 ઓવરમાં 8 વિકેટે 157 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈએ 18.1 ઓવરમાં 3 વિકેટે 159 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ચેન્નાઈ માટે રવિન્દ્ર જાડેજા અને અજિંક્ય રહાણેએ તોફાની પ્રદર્શન કર્યું હતું. જાડેજાએ પોતાની બોલિંગમાં 3 વિકેટ ઝડપી હતી. રહાણેએ બેટિંગ કરતા 19 બોલમાં અડધી સદી ફટકારી હતી. તેણે ચેન્નાઈને તોફાની શરૂઆત અપાવી હતી. આનો ફાયદો ટીમને મળ્યો. તેણે સરળતાથી રનનો પીછો કર્યો.

રહાણેએ 27 બોલમાં 61 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. તેણે 225.93ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. ઋતુરાજ ગાયકવાડે 36 બોલમાં અણનમ 40 રન બનાવ્યા હતા. શિવમ દુબેએ 26 બોલમાં 28 અને અંબાતી રાયડુએ 16 બોલમાં અણનમ 20 રન બનાવ્યા હતા. ડેવોન કોનવે ખાતું ખોલાવી શક્યો ન હતો. મુંબઈ તરફથી જેસન બેહરનડોર્ફ, પીયૂષ ચાવલા અને કુમાર કાર્તિકેયે ૧-૧ વિકેટ લીધી હતી.

Next Story