New Update
/connect-gujarat/media/post_banners/bd3c8bea77191a1639b5af2353481d126e49334ec6906b16f7cdfc1b41a22e6e.webp)
મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 5 વિકેટથી હરાવ્યું છે. આ ટૂર્નામેન્ટમાં મુંબઈની આ સતત બીજી જીત છે. આ સાથે જ કોલકાતાની ત્રીજી હાર છે. પ્રથમ બેટિંગ કરતા કોલકાતા નાઈટ રાઈડર્સે 6 વિકેટ ગુમાવીને 185 રન બનાવ્યા હતા. કોલકાતા તરફથી વેંકટેશ અય્યરે શાનદાર સદી (104 રન) ફટકારી હતી. તે જ સમયે મુંબઈના રિતિક શોકેને 2 વિકેટ ઝડપી હતી. આ પછી ઈશાન કિશને 58 અને સૂર્યકુમારે 43 રન બનાવ્યા હતા. મધ્યમ ક્રમના બેટ્સમેનોના યોગદાનને કારણે મુંબઈએ 17.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
Latest Stories