Connect Gujarat
ઇન્ડિયન પ્રીમિયર લીગ

MI vs LSG: લખનઉએ મુંબઈને 5 રનથી હરાવ્યું, સ્ટોઈનિસની અડધી સદી, મોહસીન ખાને છેલ્લી ઓવરમાં કરી અજાયબી

IPL 2023ની 63મી મેચમાં લખનૌ સુપરજાયન્ટ્સે મુંબઈ ઈન્ડિયન્સને 5 રનથી હરાવ્યું હતું. આ રોમાંચક મેચમાં લખનૌએ પ્રથમ બેટિંગ કરતા 3 વિકેટે 177 રન બનાવ્યા હતા.

MI vs LSG: લખનઉએ મુંબઈને 5 રનથી હરાવ્યું, સ્ટોઈનિસની અડધી સદી, મોહસીન ખાને છેલ્લી ઓવરમાં કરી અજાયબી
X

IPL 2023ની 63મી મેચમાં લખનૌ સુપરજાયન્ટ્સે મુંબઈ ઈન્ડિયન્સને 5 રનથી હરાવ્યું હતું. આ રોમાંચક મેચમાં લખનૌએ પ્રથમ બેટિંગ કરતા 3 વિકેટે 177 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈની ટીમ 5 વિકેટ ગુમાવીને 172 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ. લખનૌ તરફથી માર્કસ સ્ટોઇનિસે સૌથી વધુ અણનમ 89 રન બનાવ્યા હતા. આ સાથે જ કેપ્ટન કૃણાલ પંડ્યાએ 49 રનની ઇનિંગ રમી હતી. મુંબઈના જેસન બેહરનડોર્ફે 2 વિકેટ લીધી હતી. મુંબઈ તરફથી ઈશાન કિશને 59 અને રોહિત શર્માએ 37 રન બનાવ્યા હતા. ટિમ ડેવિડે અણનમ 32 રન બનાવ્યા હતા. લખનૌના યશ ઠાકુર અને રવિ બિશ્નોઈએ 2-2 વિકેટ લીધી હતી.

આ જીત સાથે લખનૌની ટીમ 15 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. આ સાથે જ મુંબઈ ઈન્ડિયન્સ 14 પોઈન્ટ સાથે ચોથા સ્થાન પર છે. હવે RCB પાસે બાકીની બે મેચ જીતીને મુંબઈને પાછળ છોડવાની તક છે. આ સાથે જ ચેન્નાઈની ટીમ પોતાની છેલ્લી મેચ મોટા માર્જિનથી જીતીને બીજા સ્થાન પર રહી શકે છે. ગુજરાતની ટીમ પ્લેઓફમાં પહોંચી ચૂકી છે. બાકીની તમામ ટીમોએ અંતિમ ચારમાં સ્થાન મેળવવા માટે બાકીની લીગ મેચો જીતવી પડશે.

Next Story