/connect-gujarat/media/post_banners/137d25aceb1911f1949327537e6dec71d6d32d340d587ba7037d5dbb39e37608.webp)
મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને 6 વિકેટે હરાવ્યું છે. IPLની 1000મી મેચમાં રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 212 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 19.3 ઓવરમાં 214 રન બનાવીને મેચ જીતી લીધી હતી. મુંબઈ માટે ટિમ ડેવિડે 20મી ઓવરના 3 બોલમાં 3 સિક્સર ફટકારીને મેચનો અંત લાવ્યો હતો. રાજસ્થાન માટે યશસ્વી જયસ્વાલની 124 રનની ઈનિંગ નિરર્થક ગઈ. આ સાથે જ મુંબઈ તરફથી સૂર્યકુમાર યાદવે 55 રન બનાવ્યા હતા. તેમના સિવાય ટિમ ડેવિડે 45 અને કેમરન ગ્રીને 44 રન બનાવ્યા હતા.
આ મેચમાં જીત સાથે મુંબઈની ટીમ પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને પહોંચી ગઈ છે. આ સાથે જ રાજસ્થાનની ટીમ ત્રીજા સ્થાને યથાવત છે.