Connect Gujarat
ઇન્ડિયન પ્રીમિયર લીગ

PBKS vs GT: ગુજરાત ટાઇટન્સે પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવ્યું, શુભમન ગીલે 67 રન બનાવ્યા

ગુજરાત ટાઇટન્સે પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં ગુજરાતની આ ત્રીજી જીત છે

PBKS vs GT: ગુજરાત ટાઇટન્સે પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવ્યું, શુભમન ગીલે 67 રન બનાવ્યા
X

ગુજરાત ટાઇટન્સે પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં ગુજરાતની આ ત્રીજી જીત છે અને આ જીત સાથે ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચની ચાર ટીમોમાં સામેલ થઈ ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 8 વિકેટે 153 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમે એક બોલ બાકી રહેતા 4 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

પંજાબ તરફથી મેથ્યુ શોર્ટે સૌથી વધુ 36 રન બનાવ્યા હતા. તેના સિવાય મિડલ ઓર્ડરના 4 બેટ્સમેનોએ 20 થી 25ની વચ્ચે રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી મોહિત શર્માએ 2 વિકેટ ઝડપી હતી. અન્ય તમામ બોલરોને 1-1 વિકેટ મળી હતી. ગુજરાત તરફથી શુભમન ગિલે 67 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તે રિદ્ધિમાન સાહાએ 30 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી અર્શદીપ, રબાડા, સેમ કરન અને હરપ્રીત બ્રારે 1-1 વિકેટ લીધી હતી.

Next Story