RR VS GT : ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 9 વિકેટે હરાવ્યું, સિઝનની સાતમી જીત

ગુજરાત ટાઇટન્સે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ સામે શાનદાર જીત મેળવી છે. આ સિઝનની તેની સાતમી જીત છે. તેના હવે 10 મેચમાં 14 પોઈન્ટ છે.

New Update
RR VS GT : ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 9 વિકેટે હરાવ્યું, સિઝનની સાતમી જીત

ગુજરાત ટાઇટન્સે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ સામે શાનદાર જીત મેળવી છે. આ સિઝનની તેની સાતમી જીત છે. તેના હવે 10 મેચમાં 14 પોઈન્ટ છે. ગુજરાતની ટીમ માત્ર ત્રણ મેચ હારી છે. બીજી તરફ આ હાર બાદ રાજસ્થાન માત્ર ચોથા સ્થાને છે. તેના 10 મેચમાં 10 પોઈન્ટ છે. રાજસ્થાનને પાંચ જીત અને પાંચમાં હાર મળી છે.

રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રાજસ્થાનની ટીમ 17.5 ઓવરમાં 118 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં ગુજરાતે 13.5 ઓવરમાં એક વિકેટે 119 રન બનાવીને મેચ જીતી લીધી હતી. લક્ષ્યનો પીછો કરતા ગુજરાતે શાનદાર શરૂઆત કરી હતી. રિદ્ધિમાન સાહા અને શુભમન ગીલે પ્રથમ વિકેટ માટે 9.4 ઓવરમાં 71 રનની ભાગીદારી નોંધાવી હતી. શુભમન ગિલ 35 બોલમાં 36 રન બનાવીને આઉટ થયો હતો. ગિલના આઉટ થયા બાદ રિદ્ધિમાન સાહા અને કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે મળીને મેચ પૂરી કરી. સાહાએ 34 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી અણનમ 41 રન બનાવ્યા હતા. જ્યારે હાર્દિક 15 બોલમાં 39 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.

Latest Stories