RR vs PBKS: પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને પાંચ રનથી હરાવ્યું..!

પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને હરાવીને IPL 2023માં સતત બીજી જીત મેળવી છે.

New Update
RR vs PBKS: પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને પાંચ રનથી હરાવ્યું..!

પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને હરાવીને IPL 2023માં સતત બીજી જીત મેળવી છે. ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબે પ્રથમ બેટિંગ કરતા 197 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાનની ટીમ માત્ર 192 રન જ બનાવી શકી હતી અને પાંચ રનથી મેચ હારી ગઈ હતી.

Advertisment

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પંજાબની ટીમે 20 ઓવરમાં 4 વિકેટે 197 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 192 રન જ બનાવી શકી હતી અને 5 રનથી મેચ હારી ગઈ હતી. પંજાબ તરફથી શિખર ધવને અણનમ 86 અને પ્રભસિમરન સિંહે 60 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી સંજુ સેમસને સૌથી વધુ 42 રન બનાવ્યા હતા. હેટમાયર 36 અને ધ્રુવ જુરેલે 32 રન બનાવ્યા હતા. પંજાબની ટીમનો આ સતત બીજો વિજય છે. આ સાથે જ રાજસ્થાનની આ પહેલી હાર છે.

Advertisment
Latest Stories