Connect Gujarat
ઇન્ડિયન પ્રીમિયર લીગ

RR vs SRH : હૈદરાબાદે રાજસ્થાનને 4 વિકેટે હરાવ્યું, સંદીપ શર્માનો નો બોલ પડ્યો ભારી..!

સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 4 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 2 વિકેટે 214 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.

RR vs SRH : હૈદરાબાદે રાજસ્થાનને 4 વિકેટે હરાવ્યું, સંદીપ શર્માનો નો બોલ પડ્યો ભારી..!
X

સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 4 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 2 વિકેટે 214 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં હૈદરાબાદે 7 વિકેટ ગુમાવીને 217 રન બનાવ્યા હતા અને મેચ 4 વિકેટે જીતી લીધી હતી. અબ્દુલ સમદે છેલ્લા બોલે સિક્સર ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી. આ પહેલા સંદીપ શર્માએ તેને આઉટ કર્યો હતો, પરંતુ તે નો-બોલ હતો અને સમદે ફ્રી હિટમાં સિક્સર ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી.

રાજસ્થાન તરફથી જોસ બટલરે 95 અને સંજુ સેમસને 66 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી અભિષેક શર્માએ 55 અને રાહુલ ત્રિપાઠીએ 47 રન બનાવ્યા હતા. અંતે, ગ્લેન ફિલિપ્સે 7 બોલમાં 25 રન ફટકારીને પોતાની ટીમને વિજયની ઉંબરે પહોંચાડી હતી અને સમદે 7 બોલમાં 17 રન ફટકારીને હૈદરાબાદને જીત અપાવી હતી. આ જીત સાથે હૈદરાબાદની ટીમ પ્લેઓફમાં યથાવત છે. હૈદરાબાદના 10 મેચ બાદ આઠ પોઈન્ટ છે.

Next Story