Connect Gujarat
ઇન્ડિયન પ્રીમિયર લીગ

SRH vs PBKS : સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 8 વિકેટે હરાવ્યું..!

સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને આઠ વિકેટે હરાવીને મોટી જીત મેળવી હતી

SRH vs PBKS : સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 8 વિકેટે હરાવ્યું..!
X

સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને આઠ વિકેટે હરાવીને મોટી જીત મેળવી હતી. મેચમાં હૈદરાબાદના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબે 20 ઓવરમાં 9 વિકેટે 143 રન બનાવ્યા હતા. જવાબમાં સનરાઇઝર્સની ટીમે 17.1 ઓવરમાં 2 વિકેટે 145 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

સનરાઇઝર્સ તરફથી રાહુલ ત્રિપાઠીએ શાનદાર અડધી સદી ફટકારી હતી. તેણે 48 બોલમાં 74 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 10 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. કેપ્ટન એડન માર્કરામ 21 બોલમાં 37 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે 6 ચોગ્ગા ફટકાર્યા હતા. ત્રિપાઠી અને માર્કરામે ત્રીજી વિકેટ માટે સદીની ભાગીદારી કરી હતી. મયંક અગ્રવાલ 20 બોલમાં 21 રન બનાવીને આઉટ થયો હતો. હેરી બ્રુકે 14 બોલમાં 13 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી અર્શદીપ સિંહ અને રાહુલ ચહરે 1-1 વિકેટ લીધી હતી.

આ પહેલા બેટિંગ કરતા શિખર ધવને પંજાબ કિંગ્સ તરફથી અણનમ 99 રન બનાવ્યા હતા. તેના કારણે પંજાબની ટીમ 143 રન સુધી પહોંચી શકી હતી. ધવન સિવાય માત્ર સેમ કરન જ ડબલ ફિગરને સ્પર્શી શક્યો હતો. સેમ કરને 22 રનની ઇનિંગ રમી હતી.

Next Story