Connect Gujarat
ઇન્ડિયન પ્રીમિયર લીગ

IPLની વિજેતા ટીમ પર થશે રૂપિયાનો વરસાદ, વાંચો કોને કેટલુ ઈનામ મળશે

જણાવી દઈએ કે ચાર વખતની વિજેતા CSK અને ડિફેન્ડિંગ ચેમ્પિયન GT વચ્ચે 28 મે એ એટલે કે આવતી કાલે રવિવાર ફાઇનલ મેચ રમાવાની છે

IPLની વિજેતા ટીમ પર થશે રૂપિયાનો વરસાદ, વાંચો કોને કેટલુ ઈનામ મળશે
X

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 હવે તેના સમાપન તરફ આગળ વધી રહી છે. જણાવી દઈએ કે ચાર વખતની વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે 28 મે એ એટલે કે આવતી કાલે રવિવાર ફાઇનલ મેચ રમાવાની છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રામવવામાં આવેલ આ ફાઈનલ મેચ બાદ ઈનામોનો વરસાદ થશે. IPL ચેમ્પિયન બનનાર ટીમને 20 કરોડ રૂપિયા મળશે, જ્યારે ફાઈનલમાં હારનારી ટીમને પણ 13 કરોડ રૂપિયા મળશે. જ્યારે ત્રીજા નંબરની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ અને ચોથા નંબરની લખનૌ સુપર જાયન્ટ્સને પણ મોટી રકમ મળવાની છે. આ ઉપરાંત અન્ય પુરસ્કારો પણ આપવામાં આવશે.

• વિજેતા ટીમને મળશે રૂ. 20 કરોડ

• ઉપવિજેતા ટીમને મળશે રૂ. 13 કરોડ

• ત્રીજા સ્થાનની ટીમ મુંબઈ ઈન્ડિયન્સને મળશે રૂ. 7 કરોડ

• ચોથા સ્થાનની ટીમ લખનૌ સુપરજાયન્ટ્સને મળશે રૂ. 6.5 કરોડ

• ટૂર્નામેન્ટના ઉભરતા ખેલાડીને મળશે રૂ.20 લાખ

• સિઝનનો સુપર સ્ટ્રાઈકરને મળશે રૂ.15 લાખ

• ઓરેન્જ કેપ એટલે કે સૌથી વધુ રન બનાવનારને મળશે રૂ.15 લાખ

• પર્પલ કેપ એટલે કે સૌથી વધુ વિકેટ લેનારને મળશે રૂ.15 લાખ

• મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સીઝન ખેલાડીને મળશે રૂ. 12 લાખ

• સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ બનાવનાર ખેલાડીને મળશે 12 લાખ રૂપિયા

• ગેમ ચેન્જર ઓફ ધ સીઝનને મળશે 12 લાખ રૂપિયા

Next Story