Connect Gujarat
વુમન પ્રીમિયર લીગ

MI-W vs DC-W : દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 9 વિકેટે હરાવ્યું

MI-W vs DC-W : દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 9 વિકેટે હરાવ્યું
X

મહિલા પ્રીમિયર લીગની 18મી મેચમાં દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને નવ વિકેટે હરાવ્યું હતું. દિલ્હીની ટીમે મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં નવ ઓવરમાં 110 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. દિલ્હી કેપિટલ્સની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 109 રન જ બનાવી શકી હતી. દિલ્હીએ નવ ઓવરમાં એક વિકેટે 110 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 9 વિકેટે હરાવ્યું છે. તેણે માત્ર નવ ઓવરમાં 110 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. દિલ્હી તરફથી કેપ્ટન મેગ લેનિંગ, એલિસ કેપ્સી અને શેફાલી વર્માએ તોફાની ઇનિંગ્સ રમી હતી. ત્રણેયએ ઝડપથી સ્કોર કર્યો. એલિસ કેપ્સીએ સૌથી વધુ અણનમ 38 રન બનાવ્યા હતા. તેણે તેની 17 બોલની ઇનિંગમાં માત્ર એક ચોગ્ગો ફટકાર્યો હતો. કેપ્સીના બેટમાંથી પાંચ સિક્સ નીકળી હતી. કેપ્ટન મેગ લેનિંગ 22 બોલમાં 32 રન બનાવીને અણનમ રહી હતી. તેણે ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. શેફાલી વર્માએ 15 બોલમાં છ ચોગ્ગાની મદદથી 33 રન બનાવ્યા હતા. લેનિંગ અને શેફાલીએ પણ એક-એક સિક્સ ફટકારી હતી. મુંબઈ માટે એકમાત્ર સફળતા હીલી મેથ્યુસને મળી હતી.

Next Story