/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/02220530/maxresdefault-23.jpg)
ધંધુકા ખાતે RPFમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અને નાગરિકને રૂ. 30000 હજારની લાંચ લેતા એસીબીની ટીમે ઝડપી પાડ્યા છે. આરોપી કોન્સ્ટેબલે બોગસ રેલવે ટીકીટ કેસમાં રૂ.1 લાખની માંગ કરી હતી. છેવટે 50 હજાર નક્કી થયા હતા. જેમાં 20 હજાર લીધા હતા અને બાકીની રકમ લેવા જતાં એસીબીએ છટકું ગોઠવી ઝડપી લીધાં હતાં.
અમદાવાદ એસીબીમાં ફરિયાદીએ ફરિયાદ કરી હતી કે બોગસ રેલવે ટીકીટ કૌભાંડમાં તેના પિતાને RPF ધંધુકા ચોકીના કોન્સ્ટેબલ વિપુલ નટવરભાઇ સોલંકીએ રૂ. 1 લાખની માગ કરી હતી. જેમાં રકઝક અંતે 50 હજાર નક્કી થયા હતા. જેમાં અગાઉ રૂ. 20 હાજર લઇ ત્યારબાદ ફરીયાદીના પિતાએ બાકીના રૂ. 30000 આપવામાં વાયદા કર્યો હતો. કોન્સ્ટેબલે ફરીયાદીની પણ ગુન્હામાં સંડોવણી કરી તેને રૂબરૂમાં બોલાવી બાકીના 30000ની માંગણી કરી હતી. લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય ફરીયાદીએ એ.સી.બી. માં ફરીયાદ કરતા એસીબીએ ગોઠવલી ટ્રેપમાં કોન્સ્ટેબલના કહેવાથી નાગરિક નાથુરામ ભુરારામ ગામેતીએ લાંચ સ્વીકારી હતી. એસીબીએ બંનેની ધરપકડ કરી છે.