ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચના અને ભરૂચ પેરોલ ફર્લોની ટીમના પી.એસ.આઈ.આર.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ લિસ્ટેડ આરોપીઓને પકડવાના પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વાગરા પોલીસ મથકના લૂંટ વિથ મર્ડરના ગુનામાં સંડોવાયેલ આરોપી સંતોષ પ્રસાદ બધુ પ્રસાદ હાલ બિહારના લાંમીચોર થાણા જગતોલી ખાતે જોવા મળ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને મોસ્ટ વોન્ટેડ ટોપ ટેન યાદીમાં ઇનામ જાહેર થયેલ છેલ્લા 13 વર્ષથી લૂંટ વિથ મર્ડરના ગુનામાં નાસ્તા ફરતા સંતોષ પ્રસાદને ઝડપી પાડ્યો હતો.