New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/16131735/EiA7RH8U4AIpRB8-e1600242464686.jpg)
તાપી જિલ્લાના વાલોડના ડુમખલ ગામે એક પેપર મીલમાં એકાએક ભયંકર આગ લાગવાની ઘટનાથી દોડધામ મચી ગઈ હતી. પેપર મીલના ગોડાઉનમાં આગ લાગી હોવાની માહિતી સામે આવી છે.
મળતી માહિતી મુજબ તાપી જિલ્લાના વાલોડના ડુમખલ ગામ નજીક પેપર મિલમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. વેરહાઉસમાં આ આગ લાગી હોવાની માહિતી સાંપડી છે. આગની ઘટનાને પગલે તત્કાલીલ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને આગને કાબુમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા હતા. અગ્નિશમન યંત્રો દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. જો કે આગ ધીરેધીરે વિકરાળ સ્વરૂપ લઈ રહી છે. ઘટનામાં અંદાજિત લાખો રૂપિયાનો મીલમાં રહેલ સામાન બળીને ખાખ થઈ ગયો છે. જો કે આગથી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
Latest Stories