ગણેશ ચતુર્થી એ એક તહેવાર છે જેમાં લોકો સાથે મળીને સરહદના સીમાડા ભૂલીને ઉજવે છે. આ દસ દિવસ આખું રાષ્ટ્ર ઉત્સાહપૂર્ણ ઉજવણી અને હૃદયપૂર્વકની ભક્તિ કરે છે. ત્યારે બોલિવૂડના સેલેબ્સ પણ આ ઉજવણી ભાવપૂર્વક કરે છે અને એકબીજાના ઘરે જઇને બાપાના દર્શન કરીને શુભેચ્છા પાઠવે છે. ત્યારે મુકેશ અંબાણીના નિવાસસ્થાન, એન્ટિલિયામાં પણ ગણેશ ચતુર્થીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ સારા સેલિબ્રેશનમાં અજય દેવગણ અને રોહિત શેટ્ટી પણ આવ્યા હતા. અજયે સફેદ કુર્તો પહેર્યો હતો. જ્યારે રોહિત કાળા કુર્તામાં આવ્યો હતો. સિંઘમ જોડીએ પેપ્સ માટે એકબીજા સાથે પોઝ પણ આપ્યા. માધુરી દીક્ષિતે પણ પતિ શ્રીરામ નેને સાથે અંબાણીની ભવ્ય ઉજવણીમાં હાજરી આપી હતી. આ અભિનેત્રીએ શુભ પ્રસંગ માટે પરંપરાગત લીલી સાડી પહેરી હતી.
અંબાણી પરિવારના ઘરે સેલેબ્સનો જમાવડો, બાપ્પાના દર્શન કરવા આલિયા, રણવીરસિંહ, દીપિકા સહિત અનેક સેલિબ્રિટીસ પહોચ્યા…..
ગણેશ ચતુર્થી એ એક તહેવાર છે જેમાં લોકો સાથે મળીને સરહદના સીમાડા ભૂલીને ઉજવે છે.
