ભરૂચમાં કરવામાં આવ્યુ આયોજન
દેવ દિવાળી નિમિત્તે આયોજન
ઓમકારેશ્વર મહાદેવ મંદિરે આયોજન
અન્નકૂટ દર્શનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો
સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત
ભરૂચના મક્કમપુર રોડ પર આવેલા જ્ઞાન સાધન આશ્રમશિત ઓમકારેશ્વર મહાદેવ મંદિરે દેવ દિવાળીના પવિત્ર અવસરે અન્નકૂટ દર્શન તેમજ મહાઆરતી સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ મનસુખ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચના મકતમપુર રોડ સ્થિત જ્ઞાનસાધના આશ્રમ ખાતે આવેલા પવિત્ર ઓમકારેશ્વર મહાદેવ મંદિરે દેવ દિવાળીના પાવન અને ધાર્મિક અવસરે ભવ્ય અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભગવાન શિવને વિવિધ વાનગીઓનો અન્નકૂટ ધરાવી ભક્તો માટે દર્શનાર્થે મૂકવામાં આવ્યો હતો. મંદિર પરિસર ભક્તિ અને આધ્યાત્મિકતાના રંગે રંગાયું હતું.
આ ધાર્મિક મહોત્સવ દરમિયાન શિવમહિમ્ન સ્તોત્રના પાઠ, સમૂહ આરતી તથા મહાપ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપ જિલ્લા પ્રમુખ પરેશ લાડ, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં શિવભક્તોએ ઉપસ્થિત રહી ભગવાન ઓમકારેશ્વર મહાદેવના અન્નકૂટ દર્શનનો લાભ લીધો હતો.
આ પ્રસંગે મંદિરના વિકાસ અને સુવિધાઓમાં વધારો કરવાના હેતુથી મંદિરના પટાંગણમાં કરવામાં આવેલા બ્લોકના કામનું મહાનુભાવોના હસ્તે લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મંદિરના ટ્રસ્ટીગણ નરેશ ઠક્કર, પૂર્વ ડીવાયએસપી કૌશિક પંડ્યા,કનુ પંડ્યા સહિતના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. દેવ દિવાળીના પાવન પર્વે ભક્તિમય માહોલમાં યોજાયેલા આ અન્નકૂટ દર્શન અને ધાર્મિક કાર્યક્રમથી ભક્તોમાં અનેરો ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો.
