ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દેવકુઇ ગામે અજાણ્યા વાહનની ટક્કરે ઇજાગ્રસ્ત એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દેવકુઇ ગામ નજીકથી પસાર થઈ રહેલા બાઇક સવારોને અજાણ્યા વાહનચાલકે અડફેટમાં લીધા હતા. આ અકસ્માતમાં 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. બનાવની જાણ થતાં જ 108 ઈમરજન્સી સેવાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી, જ્યારે જંબુસર પોલીસ કાફલો પણ તબડતોદ ઘટના સ્થળે પહોચ્યો હતો.

ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં કમલેશભાઈનું વડોદરા ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તો બીજી તરફ, જંબુસર પોલીસે અકસ્માતે મોત નોંધી અજાણ્યા વાહન ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.