પંજાબમાં ભારતીય જનતા પાર્ટી અને શિરોમણિ અકાલી દળે આગામી 2027 ની પંજાબ વિધાનસભા ચૂંટણી એક સાથે મળીને લડવાની સત્તાવાર જાહેરાત કરી છે. છ વર્ષના લાંબા અંતરાલ બાદ બંને પક્ષો ફરી એકવાર સાથે આવ્યા છે.

દિલ્હીમાં ભાજપ મુખ્યાલય ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન અને અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે શિરોમણિ અકાલી દળના ફરીથી NDAમાં સામેલ થવાની જાહેરાત કરી હતી.

આગામી વર્ષે યોજાનારી પંજાબ વિધાનસભા ચૂંટણી માટે બંને પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી પર હાલ વાતચીત ચાલી રહી છે.

ગઠબંધનની સત્તાવાર ઘોષણા કરતી વખતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે બધાને ગુરુ પર્વની શુભેચ્છાઓ. અમારા રાષ્ટ્રીય સાહેબના નેતૃત્વમાં આજે હમણાં જ એક બેઠક થઈ છે અને તેમાં અકાલી દળ અને ભાજપના મુખ્ય નેતાઓએ બેસીને એક નિર્ણય લીધો છે કે આગામી પંજાબ વિધાનસભાની ચૂંટણી ભાજપ અને અકાલી દળ બંને મળીને લડશે અને આજથી અકાલી દળ NDA ના સાથી તરીકે રાજકારણમાં કામ કરશે.

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને પણ સુખબીર સિંહ બાદલ અને તેમની પાર્ટીના સભ્યોનું NDA ગઠબંધનમાં સ્વાગત કર્યું હતું.