અંકલેશ્વરના જુના પુનગામનો બનાવ
ખેતરમાં સર્જાઈ દુર્ઘટના
ટાવર લાઇનની એન્ગલ નીચે પડી
નજીકમાં કામ કરી રહેલ ખેડૂતનો બચાવ
કામમાં બેદરકારીના આક્ષેપ
અંકલેશ્વરના જુના પુનગામમાં ખેતરમાં લગાવાયેલ ટાવર લાઈનની ભારે એન્ગલ તૂટીને નીચે પડતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર તાલુકાના જુના પુનગામ ગામે ટાવર લાઇન પરથી લોખંડની બારે એંગલ અચાનક તૂટી ખેડૂતના ખેતરમાં પડતાં દોડધામ મચી ગઇ હતી.
ખેડૂત અને કામદારો જ્યાં કામ કરી રહ્યા હતા ત્યાંથી માત્ર 5થી 10 ફૂટના અંતરે એંગલ પડતાં મોટી જાનહાનિ ટળી હતી.ઘટના બાદ ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ટાવર લાઇનના કામમાં બેદરકારીનો આક્ષેપ કરી સમગ્ર કામની તપાસ, જોખમી એંગલો દૂર કરવા, બાકી વળતર ચૂકવવા અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં ઠેર ઠેર વિવિધ કંપની દ્વારા વીજ ટાવર ઉભા કરવામાં આવી રહ્યા છે ત્યારે આ કામગીરીમાં ચોક્સાઇ દાખવવામાં આવે એ જરૂરી છે.
