અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
શારદા ભવન ટાઉન હોલમાં આયોજન
ગુજરાત કોળી સમાજની બેઠક યોજાઇ
અંકલેશ્વરના શારદા ભવન ખાતે દક્ષિણ ગુજરાત કોળી સમાજ દ્વારા સામાજિક શૈક્ષણિક અને રાજકીય વર્તમાન સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
દક્ષિણ ગુજરાત કોળી સમાજ દ્વારા અંકલેશ્વરના શારદા ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી ,અખિલ ભારતીય કોળી સમાજ દિલ્હીના કાર્યકરી પ્રમુખ ચંદ્રકાન્ત પીઠાવાલા ,અખિલ ભારતીય કોળી સમાજ દિલ્હીના કાર્યકરી પ્રમુખ મનુભાઈ ચાવડા વિશેષ ઉપસ્થિતિમાં સામાજિક શૈક્ષણિક અને રાજકીય વર્તમાન સમીક્ષા બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે, સમાજનો સર્વાંગી વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે શિક્ષણ અને રાજકીય જાગૃતિ એકસાથે આગળ વધે.સમાજના યુવાનો અને યુવતીઓમાં શિક્ષણનું સ્તર સુધારવા અને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહન પૂરું પાડવા તેમજ સમાજના ઉત્થાન અને ભવિષ્યની રણનીતિ અંગે ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
વર્તમાન રાજકીય સ્થિતિની સમીક્ષા કરી સમાજને યોગ્ય રાજકીય હિસ્સેદારી અને પ્રતિનિધિત્વ મળે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.આ પ્રસંગે કોળી સમાજનું ડિજિટલ જોડાણ થાય તે માટે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કોળી પરિવાર પોર્ટલ એપને લોન્ચ કરવામાં આવી હતી .આ બેઠકમાં સમાજના આગેવાન વિજયસિંહ પટેલ,ગીરીશ પટેલ,મોહન પટેલ ,સહીત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
